भी *सहीयारु अभियान* द्वारा उपलब्ध कराई जाती है
આપણું સુખ સહિયારું છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Tuesday, December 19, 2017
Saturday, December 9, 2017

ડિસેમ્બર ૨૦૧૭ નો સહયોગ...
શ્રી પૂર્વીનભાઇનો જન્મ દિવસ ૭ મી ડીસેમ્બ્બર છે. જન્મદિવસ ઉજવવાની બધાની પોત-પોતાની રીત અને પસંદગી હોય છે. સાહસિક આ રઘુવંશી માટે એટલા માટે માન થાય કે, પૂર્વીનભાઇએ સ્થાપેલ અને વિકસાવેલ વ્યવસાય તેમની આગવી સૂઝ અને ખંતથી વિકસાવેલ છે. કોઇ પૈતૃક ગાદી ઉપર તેઓ બેઠા નથી. નવા ક્ષેત્રો અત્યંત મહેનત કરીને તેમણે સર કરેલા છે. અલબત્ત, સરળતા-સહૃદયતા અને આડંબરનો સદંતર અભાવ જેવા કર્મજ્ઞાનના નક્કર પૈતૃક ગુણો તો પૂર્વીનભાઇને ભક્તિથી સભર તેમના પિતાશ્રી તરફથી મળેલા છે.
અગાઉના વર્ષોની પરંપરા જાળવવાની સાથે શ્રી પૂર્વીનભાઇ તરફથી ૫૧ વર્ષ થવા નિમિત્તે સહીયારૂ અભિયાનને કીટ વિતરણમાં સિંહફાળા સમાન સહયોગ ડિસેમ્બર ૨૦૧૭ માટે મળેલ છે. સંસ્થા પૂર્વીનભાઇનો આભાર માને છે..
પૂર્વીનભાઇને તેમના જન્મદિવસ નિમિત્તે અમારી સહીયારૂ અભિયાનની ટીમ પ્રગતિમય જીવન અને વધુ સારા આરોગ્યની શુભેચ્છા પાઠવે છે. શ્રી પૂર્વીનભાઇ હવે સહીયારૂ અભિયાનના ટ્રસ્ટીગણમાં સમાવિષ્ટ છે.
દર માસે કિટમાં સામેલ કરવામાં આવતી રૂટીન સામગ્રી ઉપરાં આ માસની કિટમાં દાતાઓના સહયોગથી મમરા, પૌંઆ, ગોળ, ન્હાવાના અને કપડાં ધોવાના સાબુ ઉમેરવામાં આવ્યા છે.

Subscribe to:
Comments (Atom)