Friday, April 10, 2015

સંસ્થાની આગામી પ્રવૃત્તિઓ...

(૧) શક્ય હોય ત્યાં સુધી કીટના વિતરણમાં જે તે સીઝન કે તહેવારોને ધ્યાનમાં લઇને જરૂરી સામગ્રી કીટમાં ઉમેરવાનો અભિગમ રહ્યો છે.... 

મસાલાની ચાલુ સીઝનને અનુલક્ષીને  તા.૧૨/૦૪/૨૦૧૫ ના રોજના કીટ વિતરણ કાર્યક્રમમાં કીટમાં દરમહિને આપવામાં આવતી સામગ્રી ઉપરાંત  આ માસની કીટમાં રઇ, મેથી, જીરૂ, અજમો ઉમેરવામાં આવ્યા છે. 

(મરચું -પાવડર, હળદર, ચ્હા જેવી સામગ્રી તો નિયમિત કીટમાં સમાવિષ્ઠ હોય છે.) 

ચાલુ સીઝનમાં મસાલાની ઉપરોક્ત સામગ્રી કીટમાં ઉમેરવા માટે શ્રી જીતુભાઇ રામચંદ્ર ઠક્કર તરફથી મળેલ સહયોગ બદલ શ્રી જીતુભાઇનો આભાર માનવામાં આવે છે.

(૨) Knowledge is power અર્થાત્, શક્તિનો સાચો સ્ત્રોત જ્ઞાન છેઃ-  સર્વસ્વીકૃત એવા આ સિધ્ધાંતને અનુરૂપ રહીને લાભાર્થીઓનું પાયામાંથી સશક્તિકરણ કરવા માટે અભ્યાસ સહાય પૂરી પાડવાના પ્રયત્નોના ભાગરૂપે આવશ્યકતાના મૂળભૂત પાસાને ધ્યાને લઇને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ફી સહાય પૂરી પાડવા સંસ્થા કાર્યરત છે. 

જે માટે પ્રથમ વિદ્યાર્થીઓ તરફથી નિયત ફોર્મમાં વિનંતીઓ આવકારવામાં આવે છે. ઓથેન્ટીકેશન માટે આ  ફોર્મમાં વિદ્યાર્થીની શાળા/શૈક્ષણિક સંસ્થાના સહી સીક્કા કરાવવાના હોય છે. બાદમાં સંસ્થા તેવા ફોર્મની ચકાસણી કરીને અભ્યાસ સહાય પૂરી પાડે છે. આ માટેના કોરા ફોર્મનું વિતરણ તા.૧૨/૦૪/૨૦૧૫ ના રોજ કરવામાં આવશે.
 

(૩) અભ્યાસ સહાયક પ્રવૃત્તિના ભાગરૂપે ભણતા વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ તા. ૧૦/૦૫/૨૦૧૫ ના રોજના કીટ વિતરણ કાર્યક્રમમાં કરવામાં આવશે.  દાનીઓની ઉદાર સહાયથી જ સંસ્થા પ્રવૃત્તિઓ પાર પાડી શકે. ચોપડા વિતરણ કાર્યક્રમ માટે સંસ્થાને અર્પણ કરવામાં આવતી રકમ સ્વીકારવામાં આવે છે.

(૪) મેરેજ બ્યુરો અંગે સંસ્થાએ શરૂ કરેલ પ્રવૃત્તિનો ધાર્યા કરતાં ઘણો સારો પ્રત્યાઘાત મળ્યો છે. વધુ વિગતો માટે સંબંધિતોએ સંસ્થાની ઓફીસ, કે/ઓ. કે.કે. ટી ડેપો
, ડાહ્યાભાઇ પાર્ક, શાહઆલમ ટોલનાકા પાસે, ટેલીફોન એક્ષ્ચેંજની પાસે, કાંકરીઆ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૮ નો સંપર્ક કરવો.

(૫) અનુસૂચિત જન-જાતિ વિસ્તારમાં ટોઇલેટ બનાવવા માટે સરકારશ્રીના સહયોગમાં સંસ્થા છેલ્લા કેટલાક સમયથી પ્રયત્નશીલ હતી. સરકારી યોજનાઓના માળખામાં રહીને સહીયારૂ અભિયાન દ્વારા પૂરી પાડવામાં આવનાર સહાયથી મોડાસા પાસેના ભિલાડ ખાતે ૧૦૦ જેટલા ટોઇલેટ બનાવવાવનું આયોજન સાકાર થઇ ચૂક્યું છે. એકંદરે સંસ્થાની પ્રવૃત્તિઓ ઉદાર સહાયકો દ્વારા વિસ્તરતી જાય છે.

(૬) તા.૧૭/૦૫/૨૦૧૫ ના રોજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે ઘણી બધી પૂર્વતૈયારી ચઇ ચૂકી છે. ઇસનપુર વિસ્તારની એકાદ શૈક્ષણિક સંસ્થા ખાતે આ કેમ્પ યોજવામાં આવશે. જેની વિગતો ખૂબ જ નજીકના ભવિષ્યમાં પૂરી પાડવામાં આવશે. લાભાર્થીઓ-સહાયકો સંસ્થાના સંપર્કમાં રહે તેવી વિનંતી. 

Monday, March 9, 2015

સરકાર દ્વારા ચલાવાતી સહિયારૂ અભિયાનને અનુરૂપ યોજના...

સહીયારૂ અભિયાનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઇ કેશવલાલ ઠક્કર સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિને વધારે સારી કેવી રીતે ચલાવી શકાય, જેઓ પગભર થતા જાય તેમને આ યોજનાનો લાભ લેતા સ્વેચ્છાએ બંધ કરીને તેમના સ્થાને બીજા વધારે પાત્ર લાભાર્થીઓને આનો લાભ કેવી રીતે અાપી શકાય...વગેરે બાબતો સતત અને સતત વિચારતા આવેલા..

શ્રી ભરતભાઇની અને ટ્રસ્ટીમંડળની આ અંગેની મથામણ બાદ સહીયારૂ અભિયાનના લાભાર્થીઓને સરકાર દ્વારા ચાલતી યોજનાનો લાભ કેવી રીતે મળી શકે...તે બાબતને કેન્દ્રમાં રાખીને visitors ની જાણકારી માટે એક યોજનાની વિગતો નીચે આપવામાં આવે છે. સેવાભાવી સુજ્ઞજનોને આ અંગેની વિગતોથી વાકેફ થઇ યોગ્ય કરવા વિનંતી છે..

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

આ યોજનાનો લાભ કોને મળી શકે ?
  • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
  • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
  • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  • જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
  • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
શો લાભ મળી શકે
  • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૪૦૦/-
  • લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
આ લાભ મેળવવા માટેની અરજી કરવા અરજી ક્યાંથી મેળવવી
  • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.
આ અરજી કર્યા પછી તેની ચકાસણી કરી કોણ મંજૂરી આપે?
  • અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી  મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
આ સહાય ક્યાં સુધી મળે અને ક્યારે બંધ થાય?
  • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
  • વાર્ષિક આવક વધુ થતાં.
અરજી કરીએ અને અરજી ના-મંજૂર થાય તો? અપીલ કરી શકાય.
  • અરજી નામંજૂર થતા દરેક જિલ્લા કલેક્ટરના નિયંત્રણ હેઠળના પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.

Friday, December 26, 2014

ઉત્તરાયણના પર્વ નિમિત્તે.....

ઉત્તરાયણતેનું પર્વ બહુ મહત્વનું છે. તે મંગલમય ગણાય છે. કહેવાય છે કે ઈચ્છામૃત્યુને વરેલા ભીષ્મપિતામહે બાણશૈયા પર પોતાનું મૃત્યુ ઉત્તરાયણના આગમનની રાહ જોવા ચોપ્પન દિવસ સુધી અટકાવી રાખ્યું હતું.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુર્માસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ખીચડો’ ધરાવવામાં આવે છે.

ઉત્તરાયણમાં કુંભદાન’ કરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી]બોરસોપારીમગચોખા મુકવામાં આવે છે.
અન્નદાનનો મહિમા પણ છે. સહીયારૂ અભિયાન બારેમાસ અન્નદાનનું પર્વ ઉજવે છે. ત્યારે ઉત્તરાયણ નિમિત્તે અન્નદાન કરવા માટે સદગૃહસ્થો તરફથી સહીયારૂ અભિયાનને પૂછપરછ કરવામાં આવે છે. તે અંગે સ્પષ્ટતા કરવાની કેઉત્તરાયણ નિમિત્તે જે કોઇ સહીયારૂ અભિયાનના સહયોગી બનવા ઇચ્છતા હોય તો સહીયારૂ અભિયાન તેઓને આવકારે છે. નિઃસંકોચ સહીયારૂ અભિયાન મારફત આપ દાન કરી શકો છો.

આગામી જાન્યુઆરી માસના બીજા રવીવારેતારીખઃ૧૧-૦૧-૨૦૧૫ ના રોજ એટલે કેઉત્તરાયણના અગાઉના દિવસોમાં લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટ ઉપરાંત તલ-ગોળનું વિતરણ કરવાનું આયોજન સહીયારુ અભિયાને કરેલ છે.

સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે લોહાણા સમાજના શ્રેષ્ઠીઓ પૈકીના શ્રી પૂર્વીનભાઇ રણછોડભાઇ ઠક્કરે ડીસેમ્બર ૨૦૧૪ માં સહાય પૂરી પાડેલ છે. જે બદલ સંસ્થા શ્રી પૂર્વીનભાઇનો આભાર માને છે.

Friday, October 3, 2014

દિવાળી નિમિત્તે કીટ વિતરણ..


ઉજાસ અને ઉલ્લાસના દિવાળીના આગામી પર્વને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ સહીયારૂ અભિયાને કીટ વિતરણનો કાર્યક્રમ ઘડ્યો છે.  લાભાર્થીઓની કીટમાં મીઠાઇ, નમકીન, મઠીયા સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ આગામી કીટ વિતરણનો કાર્યક્રમ તા.૧૯/૧૦/૨૦૧૪,  (રવીવારે સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૩૦) રોજ રાખવામાં આવ્યો છે.

લાભાર્થીઓને આ દિવાળી નિમિત્તે સાડી તેમની કીટમાં સમાવવામાં આવી છે.

સહીયારૂ અભિયાન સાથે સંકળાયેલા સર્વેને આગામી દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવે છે.


   

Saturday, July 19, 2014

તારીખ ત્રીજી ઓગષ્ટ, રવીવાર, ના રોજ પવિત્ર શ્રાવણ માસમાં કીટ વિતરણ. કીટમાં સાબુદાણા અને મોરૈયો સમાવિષ્ઠ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.