Wednesday, October 24, 2012

નવેમ્બર માસના બીજા રવીવારે વિતરણનું આયોજનઃતા.૧૧-૧૧-૨૦૧૨


આગામી નવેમ્બર માસના બીજા રવીવારે, ધનતેરસના દિવસે, દિવાળીના શુભ પર્વ નિમિત્તે લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટ ઉપરાંત મગસ તથા ચવાણાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Friday, October 12, 2012

દર મહિનાના બીજા રવીવારે, સવારે ૧૧.૦૦ થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી સંસ્થા ખાતેથી(૨૫, ડાહ્યાભાઇ પાર્ક, શાહઆલમ ટોલનાકા, અમદાવાદ) લાભાર્થી કુટુંબોને કીટનું વિતરણ છેલ્લા ૩૦ માસથી નિયમિત રીતે કરવામાં આવે છે.  વિતરણના ફોટોગ્રાફ્સ અહીંયા જુઓ...

જુન ૨૦૧૨ દરમિયાન રાહત દરના વિદ્યાર્થીઓ માટેના ચોપડાનું વિતરણ અગાઉના વર્ષની જેમ કરવામાં આવ્યું. ૧૦૦૦ ડઝન જેટલા  સારી ક્વોલીટીના ચોપડાનું વિતરણ સંસ્થાએ કર્યું.  

૩૦ જેટલા વિદ્યાર્થીઓને શાળાની ફી ભરવા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવી. આ માટે હેમેન્દ્રભાઇ લાલજીભાઇ ઠક્કર તરફથી સંસ્થાને ઉદાર ફાળો પ્રાપ્ત થયેલ છે.