Monday, March 9, 2015

સરકાર દ્વારા ચલાવાતી સહિયારૂ અભિયાનને અનુરૂપ યોજના...

સહીયારૂ અભિયાનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઇ કેશવલાલ ઠક્કર સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિને વધારે સારી કેવી રીતે ચલાવી શકાય, જેઓ પગભર થતા જાય તેમને આ યોજનાનો લાભ લેતા સ્વેચ્છાએ બંધ કરીને તેમના સ્થાને બીજા વધારે પાત્ર લાભાર્થીઓને આનો લાભ કેવી રીતે અાપી શકાય...વગેરે બાબતો સતત અને સતત વિચારતા આવેલા..

શ્રી ભરતભાઇની અને ટ્રસ્ટીમંડળની આ અંગેની મથામણ બાદ સહીયારૂ અભિયાનના લાભાર્થીઓને સરકાર દ્વારા ચાલતી યોજનાનો લાભ કેવી રીતે મળી શકે...તે બાબતને કેન્દ્રમાં રાખીને visitors ની જાણકારી માટે એક યોજનાની વિગતો નીચે આપવામાં આવે છે. સેવાભાવી સુજ્ઞજનોને આ અંગેની વિગતોથી વાકેફ થઇ યોગ્ય કરવા વિનંતી છે..

નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના

આ યોજનાનો લાભ કોને મળી શકે ?
  • નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
  • ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
  • ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
  • જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
  • અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
  • ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
શો લાભ મળી શકે
  • અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૪૦૦/-
  • લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
આ લાભ મેળવવા માટેની અરજી કરવા અરજી ક્યાંથી મેળવવી
  • અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
  • જિલ્લા કલેક્ટર કચેરી.
  • પ્રાન્ત કચેરી.
  • તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્‍દ્ર.
આ અરજી કર્યા પછી તેની ચકાસણી કરી કોણ મંજૂરી આપે?
  • અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી  મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
આ સહાય ક્યાં સુધી મળે અને ક્યારે બંધ થાય?
  • ૨૧ વર્ષનો પુત્ર થતાં.
  • વાર્ષિક આવક વધુ થતાં.
અરજી કરીએ અને અરજી ના-મંજૂર થાય તો? અપીલ કરી શકાય.
  • અરજી નામંજૂર થતા દરેક જિલ્લા કલેક્ટરના નિયંત્રણ હેઠળના પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.