Thursday, September 22, 2016

તબીબી સહાય - તપાસ અને સારવાર




પહેલું સુખ તે જાતે નર્યા..


આજના સમયમાં આ કહેવતની જાળવણી કરવા માટે માત્ર સારૂ આરોગ્ય જ પર્યાપ્ત નથી. કારણ કે રોગ કે બિમારીના અનેક કારણો હોઇ શકે છે. આજે પણ માનવી દૈવ ઉપર જ આધારીત છે, તેમ કહેવામાં આવે તો ખોટુ ના પણ ઠરે.  



સારો પાક લેવા માટે જંતુનાશક દવાઓ અને કેમીકલના ઉપયોગો વધ્યા છે અને તેનાથી પણ કેટલાક રોગો થઇ શકે છે. માત્ર વ્યક્તિની ટેવો કે જીવનશૈલીથી જ માણસ બિમાર પડેે, એવું ના પણ હોઇ શકે.

પ્રદૂષણને લઇને પણ કેટલીક વ્યક્તિઓ રોગોનો ભોગ બને છે.

જિંદગીમાં ક્યારેય તમાકુનું સેવન નહીં કરનારને પણ કેન્સર થતાં જોવા મળે છે.

ગઇકાલની તબીબી તપાસણીનો સારો રીપોર્ટ આવ્યો હોય અને તરત પછીના બીજે જ દિવસે અગમ્ય કારણોસર એ જ રીપોર્ટ ખરાબ આવી શકે છે. 

આજે હવે તો, ઘણી વ્યક્તિઓ અને ખાસ કરીને બાળકોના શરીરની કોષિકાઓ અને કેટલાક બેક્ટેરીયા એન્ટીબાયોટીકને પોઝીટીવલી પ્રત્યાઘાત ના આપે, એવું પણ બની શકે છે. એટલે કે, બિમારીમાં એન્ટીબાયોટીક દવા બિનઅસરકાર બની જાય અને વ્યક્તિ કે બાળકની જીવનલીલા સંકેલાઇ પણ જાય. 

સમજી શકાય તેવી અને ન સમજી શકાય તેવી અનેક જટીલતાઓથી ભરેલા કારણોસર, આજના સમયમાં, પહેલાં કરતાં આરોગ્ય મહત્વનું બનતું જાય છે.

સાથે સાથે, તબીબી ક્ષેત્ર 
અસાધારણ મોંઘુદાટ, વ્યવસાયલક્ષી અને કોર્પોરેટ કલ્ચરનું બની ગયું છે. સીધા જ જીવંત વ્યક્તિઓના કિંમતી જીવન સાથે જ નિસ્બત ધરાવતા તબીબી ક્ષેત્રમાં અન્ય વ્યવસાય કરતા સંવેદનશીલતા અનિવાર્ય કહેવાય, તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય. પરંતુ, સામાન્ય છાપ એવી છે કે, આવા અતિ મહત્વના ક્ષેત્રમાંથી સંવેદનશીલતા ઓછી થઇ રહી છે; એવી જનરલ પ્રકારની વાતો સાંભળીએ છીએ.

ત્યારે, સહીયારૂ અભિયાનની ટીમના ડૉક્ટરો દ્વારા ઉપર દર્શાવેલ સરનામે દર મહિનાના છેલ્લા રવીવારે દાક્તરી સહાય (તપાસ અને સારવાર) પૂરી પાડવામાં આવશે. સહીયારૂ અભિયાન તેના મૂળભુત હેતુઓ તરફ સૌના સહકારથી આગળ વધી રહેલ છે, તેની નોંધ લેતાંં 
ટીમના સર્વે આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આ દિશામાં સૌનો સહકાર અપેક્ષિત છે. આપના કિંમતી સૂચનો અને પ્રતિભાવ અમારા માટે ઉપયોગી પુરવાર થશે.  

Tuesday, September 6, 2016

સંસ્થાને ઉદાર સહાયનો પ્રવાહ...

સંસ્થાની પ્રવૃત્તિને વેગ આપવા મળેલી ઉદાર નાણાંકીય સહાય..
  • દર માસે નિયમિત સ્વરૂપે મળતી દાનની રકમના દાતાઃ 
હસમુખભાઇ ઠક્કર, (ચંદન ટી વાળા) 
  • તાજેતરમાં મળેલી નાણાંકીય સહાય.
(૧) નૈનેશભાઇ મધુસૂદનભાઇ ઠક્કર 
(૨) વિરેશભાઇ નટવરલાલ ઠક્કર


DONATION TO THIS INSTITUTION IS EXEMPTED UNDER INCOME TAX ACT.

તારીખઃ૧/૦૪/૨૦૧૦ પછી સહીયારૂ અભિયાનનેઆપવામાં આવેલ દાન

આવકવેરા કાયદાની જોગવાઇઓ(u/s 80G(5) of I.T.Act,1961) હેઠળ

મુક્તિને પાત્ર બને છે. આપનો ઉદાર સહયોગ આ સંસ્થાને આપી આ

અભિયાનમાં આપ સહભાગી બની શકો છો. ચેક/ડ્રાફ્ટ/ ‘Sahiyaaru

Abhiyaan’ ના નામે લખવા વિનંતી.