Sunday, June 5, 2016

જૂન માસની કીટ માટે સહાય...

જૂન-૨૦૧૬ ના કીટ વિતરણ કાર્યક્રમ માટે શ્રી રજનીકાન્તભાઇ એસ.મોદી, (છોટાઉદેપુરવાળા) અને શ્રી રમેશભાઇ કે. ઠક્કર (કે.કે.ટી વાળા) તરફથી સિંહફાળારૂપે સહયોગ મળ્યો છે. સહીયારૂ અભિયાન આ ઉદાર સખાવત બદલ તેઓનો આભાર માને છે.



સહીયારૂ અભિયાન સૌના સહયોગથી ચાલે છે..

દાક્તરી સહાય,

કીટ વિતરણ, શાળા/કોલેજના ભણતા વિદ્યાર્થીઓની ફી સહાય,

રાહત દરે વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ ચોપડા,

ટોઇલેટ પ્રોજેક્ટ (આદીવાસી અને રીમોટ એરીયા માટે)

મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકોનું વિતરણ..

આદિવાસી વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને ગણવેશ અને તે સિવાય અન્ય વસ્ત્ર વિતરણ..

નિવાસી શાળામાં ગાદલા-ઓશીકા-ચાદરો વગેરેની સવલત આપવી..

વગેરે જેવા કાર્યો માટે પ્રવૃત્ત છે..

આવી ભૌતિક સવલતો સહીયારૂ અભિયાન દ્વારા પૂરી પાડવામાં આવે છે...

પરંતુ સાચા અર્થમાં
"Knowledge is Power" જ્ઞાન એ જ સાચી તાકાત છે...
એ ન્યાયે અમદાવાદનીમ્યુનિસિપલશાળાઓ અને આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને ધાર્મિક સંસ્કૃતિના પુસ્તકોમાં રસ લેતા કરવા માટે તેના પુસ્તકોનું વિતરણ કરીને, વંચાવીને, પછી તે અંગે ચર્ચા, નિબંધ લેખન, ક્વીઝ વગેરે જેવા કાર્યક્રમો યોજવાની પ્રવૃત્તિ કરવાનો એક વિચાર ઉદભવેલો છે.. આ માટે પુસ્તકોની ખરીદી અને તેને લગતી પ્રવૃત્તિ માટે સારા પુસ્તકો જેવા કે, સ્વામી પરમહંસ યોગાનંદ, (એક યોગીની અાત્મકથાના લેખક અને જેમનું પુસ્તક વર્ષોથી બેસ્ટ સેલર તરીકે છે), સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ વગેરેના પુસ્તકો અર્પણ કરી શકો છો...