Bhajan

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે
દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે

હે…. વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ
રાણી રુખમણીની સાથ
ત્યાં તો જાણી એવી વાત
સુદામો જુએ પ્રભુની વાટ

આવે શામળિયો સામેથી દોડી દોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે
તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે

હેવ્હાલો માંગી માંગી ખાય
ફાકે ચપટી ને હરખાય
કૌતુક જોનારાને થાય
એવું શું છે તાંદુલ માંહ્ય

માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી
આવી કૃષ્ણ સુદામાની જોડી

નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી
જેની ગોઠડી તોડાય નહીં તોડી
સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી

સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ….
સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ
સોનાને લાગે ક્યાંથી કાટ….
લોઢું આમ કટાઈ જાય તાંબુ લિલુડું થાય (ર)
વેરીના વાયરામાં જાતે ખવાઈ જાય (ર)
સોનાને કોઈ ના ઊચાટ, સંસારી મનવા
સોનાને લાગે ક્યાંથી કાટ….
દુનિયાના દરિયાની ખારી હવામાં રાખુ, (ર)
અંગે હું પામું અથવા કાદવ કીચડમાં નાખું(ર)
સોનું ન કોઈ સીસમપાટ, સંસારી મનવા
સોનાને લાગે ક્યાંથી કાટ….
સોનું ના સડતું કોઈ દિ હલકી ધાતુ ને પગલે (ર)
સોનાનું સત ના બદલે સોનાની પત ના બદલે(ર)
બદલે ભલેને એનો ઘાટ,
સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ….
કવિ : વેણીભાઈ પુરોહિત
ફિલ્મ : ગુણસુંદરીનો ઘરસંસાર

લોહાણાના ગૌરવ સમાન ભજનીક મીનાબેન પી. ઠક્કરના ભજનની વીડીયોક્લીપ જોવા અને ભજન સાંભળવા નીચે ક્લીક કરો. .


No comments:

Post a Comment