Wednesday, October 11, 2017

દિવાળીની મુબારકબાદી...

દિવાળી એટલે ભેટ-સોગાદો અને શુભેચ્છાઓનો તહેવાર..

સહીયારૂ અભિયાનની ડીજીટલ સ્વરૂપે મુલાકાત લેનારા સર્વેને એડવાન્સમાં દિવાળીની શુભેચ્છાઓ.. 

જલારામબાપા સાથે જે જ્ઞાતિ જોડવામાં આવે છે, જેના જીન્સમાં જ દયા-માયા-કરૂણા-કરી છૂટવાની ભાવના હોય એવી આ જ્ઞાતિએ સહિયારૂ અભિયાનને સાચા અર્થમાં સહીયારૂ બનાવી દીધુ છે.. 

દર માસે ઉમદા હેતુ માટે સાચા હૃદયથી આગળ આવતા ઉદાર સખાવતીઓ કે જેઓ નક્કર સહાયો પૂરી પાડીને સાચા અર્થમાં સહીયારૂ અભિયાન ચલાવે છે. બાકીનું કામ તો એક રૂટીનની જેમ આપો-આપ ઇશ્વરકૃપાથી જ ચાલે છે.

સાચા અર્થમાં નક્કર સ્વરૂપે કામ કરનારા અલબત્ત સેવકો છે. આમ છતાં,  
સંસ્થામાં કોઇ વ્યક્તિવિશેષ નથી – સહીયારૂ અભિયાનના પાયાના સ્વીકૃત આ ધારા-ધોરણની જાળવણી થવા છતાં, ઉદાર સખાવતીઓ કોઇ વ્યક્તિ(ઓ)ને લીધે નહીં, પણ સંસ્થાના આ આદર્શને લઇને તેમનો સહયોગ આપે છે.

ચાલુ માસે ઓક્ટોબર માસમાં મળેલ સહયોગની વિગતોઃ-

(૧) શ્રી જશવંતલાલ કેશવલાલ ઠક્કર (બાકરોલવાળા)
- ઓક્ટોબર માસના કીટ વિતરણના મુખ્ય દાતા.

(ર) સુ
શ્રી મીનાબેન પી. ઠક્કર (આખ્યાનકાર-ભજનિક) – દિવાળી નિમિત્તે મીઠાઇ તથા નમકીન માટે આર્થિક સહયોગ

(૩) 
શ્રી હીરાલાલ ગોપાળદાસ ઠક્કર (દવાવાળા) હસ્તે અજયભાઇ બેંકર - દિવાળી નિમિત્તે આર્થિક સહયોગ.

(૪) 
શ્રી ડહ્યાલાલ ચુનીલાલ ઠક્કર, (દેવાવાળ) – દિવાળી નિમિત્તે કીટમાં મઠીયાનો સહયોગ.

(૫)    શ્રી જીતુભાઇ મંગળદાસ ઠક્કર (કુહાવાળા) તરફથી છેલ્લા ત્રણ માસથી નિયમિત સ્વરૂપે કીટમાં ઉમેરવા માટે મમરા-પૌંઆ, ગોળ, શેમ્પુ નો સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

(૬)    મે. 
વનરાજ સોપ તરફથી છેલ્લા ત્રણ માસથી નિયમિત સ્વરૂપે કીટમાં ઉમેરવા માટે ન્હાવા-ધોવાના સાબુનો સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે.


(૭) શ્રી રસીકલાલ લાલજીભાઇ વિઠ્ઠલદાસ ઠક્કર (ટેમ્કો) તરફથી ચાલુ માસની કીટ સાથે લાભાર્થીઓને સેલોની ડોલ (૧૬ લીટર) અર્પણ કરવામાં આવનાર છે.

ઉદાર સખાવતીઓનો આભાર...