Friday, April 10, 2015

સંસ્થાની આગામી પ્રવૃત્તિઓ...

(૧) શક્ય હોય ત્યાં સુધી કીટના વિતરણમાં જે તે સીઝન કે તહેવારોને ધ્યાનમાં લઇને જરૂરી સામગ્રી કીટમાં ઉમેરવાનો અભિગમ રહ્યો છે.... 

મસાલાની ચાલુ સીઝનને અનુલક્ષીને  તા.૧૨/૦૪/૨૦૧૫ ના રોજના કીટ વિતરણ કાર્યક્રમમાં કીટમાં દરમહિને આપવામાં આવતી સામગ્રી ઉપરાંત  આ માસની કીટમાં રઇ, મેથી, જીરૂ, અજમો ઉમેરવામાં આવ્યા છે. 

(મરચું -પાવડર, હળદર, ચ્હા જેવી સામગ્રી તો નિયમિત કીટમાં સમાવિષ્ઠ હોય છે.) 

ચાલુ સીઝનમાં મસાલાની ઉપરોક્ત સામગ્રી કીટમાં ઉમેરવા માટે શ્રી જીતુભાઇ રામચંદ્ર ઠક્કર તરફથી મળેલ સહયોગ બદલ શ્રી જીતુભાઇનો આભાર માનવામાં આવે છે.

(૨) Knowledge is power અર્થાત્, શક્તિનો સાચો સ્ત્રોત જ્ઞાન છેઃ-  સર્વસ્વીકૃત એવા આ સિધ્ધાંતને અનુરૂપ રહીને લાભાર્થીઓનું પાયામાંથી સશક્તિકરણ કરવા માટે અભ્યાસ સહાય પૂરી પાડવાના પ્રયત્નોના ભાગરૂપે આવશ્યકતાના મૂળભૂત પાસાને ધ્યાને લઇને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ફી સહાય પૂરી પાડવા સંસ્થા કાર્યરત છે. 

જે માટે પ્રથમ વિદ્યાર્થીઓ તરફથી નિયત ફોર્મમાં વિનંતીઓ આવકારવામાં આવે છે. ઓથેન્ટીકેશન માટે આ  ફોર્મમાં વિદ્યાર્થીની શાળા/શૈક્ષણિક સંસ્થાના સહી સીક્કા કરાવવાના હોય છે. બાદમાં સંસ્થા તેવા ફોર્મની ચકાસણી કરીને અભ્યાસ સહાય પૂરી પાડે છે. આ માટેના કોરા ફોર્મનું વિતરણ તા.૧૨/૦૪/૨૦૧૫ ના રોજ કરવામાં આવશે.
 

(૩) અભ્યાસ સહાયક પ્રવૃત્તિના ભાગરૂપે ભણતા વિદ્યાર્થીઓ માટે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ તા. ૧૦/૦૫/૨૦૧૫ ના રોજના કીટ વિતરણ કાર્યક્રમમાં કરવામાં આવશે.  દાનીઓની ઉદાર સહાયથી જ સંસ્થા પ્રવૃત્તિઓ પાર પાડી શકે. ચોપડા વિતરણ કાર્યક્રમ માટે સંસ્થાને અર્પણ કરવામાં આવતી રકમ સ્વીકારવામાં આવે છે.

(૪) મેરેજ બ્યુરો અંગે સંસ્થાએ શરૂ કરેલ પ્રવૃત્તિનો ધાર્યા કરતાં ઘણો સારો પ્રત્યાઘાત મળ્યો છે. વધુ વિગતો માટે સંબંધિતોએ સંસ્થાની ઓફીસ, કે/ઓ. કે.કે. ટી ડેપો
, ડાહ્યાભાઇ પાર્ક, શાહઆલમ ટોલનાકા પાસે, ટેલીફોન એક્ષ્ચેંજની પાસે, કાંકરીઆ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૮ નો સંપર્ક કરવો.

(૫) અનુસૂચિત જન-જાતિ વિસ્તારમાં ટોઇલેટ બનાવવા માટે સરકારશ્રીના સહયોગમાં સંસ્થા છેલ્લા કેટલાક સમયથી પ્રયત્નશીલ હતી. સરકારી યોજનાઓના માળખામાં રહીને સહીયારૂ અભિયાન દ્વારા પૂરી પાડવામાં આવનાર સહાયથી મોડાસા પાસેના ભિલાડ ખાતે ૧૦૦ જેટલા ટોઇલેટ બનાવવાવનું આયોજન સાકાર થઇ ચૂક્યું છે. એકંદરે સંસ્થાની પ્રવૃત્તિઓ ઉદાર સહાયકો દ્વારા વિસ્તરતી જાય છે.

(૬) તા.૧૭/૦૫/૨૦૧૫ ના રોજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે ઘણી બધી પૂર્વતૈયારી ચઇ ચૂકી છે. ઇસનપુર વિસ્તારની એકાદ શૈક્ષણિક સંસ્થા ખાતે આ કેમ્પ યોજવામાં આવશે. જેની વિગતો ખૂબ જ નજીકના ભવિષ્યમાં પૂરી પાડવામાં આવશે. લાભાર્થીઓ-સહાયકો સંસ્થાના સંપર્કમાં રહે તેવી વિનંતી.