Tuesday, January 3, 2017

જાન્યુઆરી ૨૦૧૭ સહયોગ

ભારતભૂમિ દેવભૂમિબહુરત્ના વસુંધરા !!

સહીયારૂ અભિયાન સનાતન સત્ય જેવી આ ઉક્તિ સાર્થક થતી સતત અને સતત અનુભૂત કરે છે.

ભારતભૂમિ દેવ ભૂમિ..બહુરત્ના વસુંધરા..ભારત ભૂમિ..દેવ ભૂમિ..જેમાં નદીઓ લોકમાતા બની પૂજાય છે..

મહેમાં જો હમારા હોતા હૈ, વો જાનસે પ્યારા હોતા હૈ..

ભારતભૂમિ; દેવ ભૂમિ; સૌ કોઇની એ તો પાલનહાર છે..

ગીતાના જ્ઞાન દ્વારા ભગવાન પ્રતિજ્ઞાપૂર્વક સમસ્ત જીવોના યોગક્ષેમની જવાબદારી ઉપાડે છે.

અનેક જીવોને નિમિત્ત બનાવી ભગવાન તેમના કાર્યો સાકાર કરવાની યોજના ધરાવે છે.

એ યોજના એટલે જ ઇશ્વરીય તત્વ.

હરહંમેશ વિશિષ્ઠ રત્નો ભગવાન આ ભારત ભૂમિમાં મોકલ્યા જ કરે છે. ઘણાં ઘણાં શ્રેષ્ઠીઓ વિધ વિધ ક્ષેત્રોમાં યોગદાન આપીને તેમના નિઃસ્વાર્થ કાર્યો કર્યે જાય છેઃ-

................

જાન્યુઆરી-૨૦૧૭, માસના કીટ વિતરણ માટે અનુપમ મસાલાવાળા દેવા ગામના વતની હસમુખબભાઇ ડાહ્યાભાઇ ઠક્કર તરફથી ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ છે, જે બદલ સહીયારૂ અભિયાન અનુપમ મસાલાવાળાનો આભાર માને છે. હસમુખભાઇની પ્રતિભા અને પ્રવૃત્તિઓ ઉત્તરોત્તર નીખરતી જાય એવી શુભેચ્છા. 


................

સમયોચિત સીઝન મુજબ આ માસે દરેક કીટમાં તલ અને ગોળ માટે આર્થિક સહયોગ કરનાર કીર્તનકાર અને ભાગવત કથાકાર શ્રીમતી મીનાબેન પી. ઠક્કરનો સહીયારૂ અભિયાન આભાર માને છે. મીનાબેનની સત્સંગની પ્રવૃત્તિ વધુ ને વધુ વિસ્તરતી જાય જેથી બેનના સેવાકીયા કાર્યો દ્વારા સેવા અને સ્મરણથી સમાજ લાભાન્વિત થાય તેવી પ્રભુને પ્રાર્થના..