Friday, December 26, 2014

ઉત્તરાયણના પર્વ નિમિત્તે.....

ઉત્તરાયણતેનું પર્વ બહુ મહત્વનું છે. તે મંગલમય ગણાય છે. કહેવાય છે કે ઈચ્છામૃત્યુને વરેલા ભીષ્મપિતામહે બાણશૈયા પર પોતાનું મૃત્યુ ઉત્તરાયણના આગમનની રાહ જોવા ચોપ્પન દિવસ સુધી અટકાવી રાખ્યું હતું.
મકર સંક્રાંતિ પહેલાનો એક મહિનો ધનુર્માસ તરીકે ઓળખાય છે. આજે પ્રભુને ખીચડો’ ધરાવવામાં આવે છે.

ઉત્તરાયણમાં કુંભદાન’ કરવામાં આવે છે. તેમાં તલસાંકળી[તલની ચીકી]બોરસોપારીમગચોખા મુકવામાં આવે છે.
અન્નદાનનો મહિમા પણ છે. સહીયારૂ અભિયાન બારેમાસ અન્નદાનનું પર્વ ઉજવે છે. ત્યારે ઉત્તરાયણ નિમિત્તે અન્નદાન કરવા માટે સદગૃહસ્થો તરફથી સહીયારૂ અભિયાનને પૂછપરછ કરવામાં આવે છે. તે અંગે સ્પષ્ટતા કરવાની કેઉત્તરાયણ નિમિત્તે જે કોઇ સહીયારૂ અભિયાનના સહયોગી બનવા ઇચ્છતા હોય તો સહીયારૂ અભિયાન તેઓને આવકારે છે. નિઃસંકોચ સહીયારૂ અભિયાન મારફત આપ દાન કરી શકો છો.

આગામી જાન્યુઆરી માસના બીજા રવીવારેતારીખઃ૧૧-૦૧-૨૦૧૫ ના રોજ એટલે કેઉત્તરાયણના અગાઉના દિવસોમાં લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટ ઉપરાંત તલ-ગોળનું વિતરણ કરવાનું આયોજન સહીયારુ અભિયાને કરેલ છે.

સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિને વેગ આપવા માટે લોહાણા સમાજના શ્રેષ્ઠીઓ પૈકીના શ્રી પૂર્વીનભાઇ રણછોડભાઇ ઠક્કરે ડીસેમ્બર ૨૦૧૪ માં સહાય પૂરી પાડેલ છે. જે બદલ સંસ્થા શ્રી પૂર્વીનભાઇનો આભાર માને છે.

Friday, October 3, 2014

દિવાળી નિમિત્તે કીટ વિતરણ..


ઉજાસ અને ઉલ્લાસના દિવાળીના આગામી પર્વને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ સહીયારૂ અભિયાને કીટ વિતરણનો કાર્યક્રમ ઘડ્યો છે.  લાભાર્થીઓની કીટમાં મીઠાઇ, નમકીન, મઠીયા સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ આગામી કીટ વિતરણનો કાર્યક્રમ તા.૧૯/૧૦/૨૦૧૪,  (રવીવારે સવારે ૧૦.૩૦ થી બપોરે ૧.૩૦) રોજ રાખવામાં આવ્યો છે.

લાભાર્થીઓને આ દિવાળી નિમિત્તે સાડી તેમની કીટમાં સમાવવામાં આવી છે.

સહીયારૂ અભિયાન સાથે સંકળાયેલા સર્વેને આગામી દિવાળીની શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન પાઠવવામાં આવે છે.


   

Saturday, July 19, 2014

તારીખ ત્રીજી ઓગષ્ટ, રવીવાર, ના રોજ પવિત્ર શ્રાવણ માસમાં કીટ વિતરણ. કીટમાં સાબુદાણા અને મોરૈયો સમાવિષ્ઠ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

Wednesday, March 26, 2014

સહીયારૂ અભિયાનના હોદ્દેદારો...

સ.હીયારૂ અભિયાનમાં હવે નવી પેઢીના કાર્યકરો પીઢ સલાહકારોના માર્ગદર્શનથી કાર્ય કરશે. 

અમદાવાદ
, મણીનગર ખાતેના કાર્યકરો 
(૧) ભરતભાઇ કેશવલાલ ઠક્કર, 
(ર) કમલેશભાઇ હર્ષદભાઇ ઠક્કર 
(૩) વિજયભાઇ માણેકલાલ ઠક્કર 
(૪) રાજેન્દ્રભાઇ મુળજીભાઇ ઠક્કર 
(૫) ડૉ.દેવાંગ પ્રહલાદભાઇ ઠક્કર 
(૬) કાર્તિકભાઇ કિરીટભાઇ ઠક્કર 
(૭) પ્રદ્યુમ્નભાઇ રસીકલાલ (આશારામભાઇ) ઠક્કર.

સલાહકાર સમિતિના કાર્યકરો 
શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કર (USA)

શ્રી રજનીકાંતભાઇ શાંતિલાલ મોદી (USA)
શ્રી રમેશભાઇ કાંતિલાલ ઠક્કર (USA)
શ્રી ઘનશ્યામભાઇ અંબાલાલ ઠક્કર, અમદાવાદ
શ્રી હસમુખલાલ ડાહ્યાલાલ ઠક્કર, અમદાવાદ

શ્રી કિરીટભાઇ કાંતિલાલ ઠક્કર
શ્રી જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કર

સહીયારૂ અભિયાને શરૂ કરેલી દાક્તરી સેવા


સહીયારૂ અભિયાન હવે દાક્તરી સેવા પૂરી પાડે છે. વિતરણ કાર્યક્રમના દિવસે ડો.પૂરવભાઇ ઠક્કરની માનદ્ સેવા ઉપલબ્ધ થયેલ છે. કીટના લાભાર્થીઓ તથા સર્વે કોઇ દાક્તરી સેવાનો લાભ લઇ શકે છે. ઉપલબ્ધ દવાઓ લાભાર્થીઅોને શક્ય હોય ત્યાં સુધી સહીયારૂ અભિયાન દ્વારા પૂરી પાડવામાં આવે છે.