Wednesday, February 27, 2013

ઉજવાઇ ગયું સ્નેહ સંમેલન...

‘‘સહિયારૂ અભિયાન’’ ને ત્રણ વર્ષ પૂરા થયા..

દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, વિભાગ-૧, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરીઆ, અમદાવાદ ખાતે

સુંદર વાતાવરણમાં
યોજાયું







 
સ્નેહ મિલન
 
·ગરીબી રેખાથી નીચેની આવક ધરાવતા પરીવારોની વ્હારે ધાવાના એન.આર.આઇ. સદગૃહસ્થ લોહાણાના પનેતા પુત્રોના બિનસ્વાર્થી સંકલ્પ અને સહાયથી અમદાવાદ, મણીનગરના દેશી લોહાણાઓના સહયોગમાં શરૂ કરવામાં આવેલી આ પ્રવૃત્તિને જોત જોતામાં ત્રણ વર્ષ પૂરા થઇ ગયા...
·પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી ત્યારે સંશય કરવામાં આવેલો કે, શું બે-ત્રણ મહિના ચાલશે આ પ્રવૃત્તિ !!
·..અલબત્ત પ્રારંભિક નેટવર્ક ગોઠવાવામાં તેના સેવકોને થોડીક એક્સરસાઇઝ કરવી પડી જ હોય. પણ એ જ તો કામ છે - એ જ તો સંકલ્પ છે. જાણે કે, આ કામમાં પ્રભુકૃપાથી જ બધી દોરવણી મળતી રહી અને ગોઠવાઇ ગયું અને જોત જોતામાં ત્રણ વર્ષ ક્યાં પસાર થઇ ગયા ખબર જ ના પડી.
·એક વાળંદ ભાઇ પણ તેના અસ્ત્રાને લટપટીઆ સાથે ઘસીને ધાર કાઢતો રહે છે, પક્ષીઓ દાણ ચણતી વખતે વારે-વારે તેમની ચાંચને ઘસતા રહે છે. પોતાના સાધનની સતત ધાર કાઢીને કાર્યદક્ષ રહેવા સતત મથતા રહે છે.
·સહીયારૂ અભિયાનેતો ટ્રસ્ટી તરીકે અને સેવાના ભાવથી જાહેરનું કામ કરવાનું છે એટલે કામગીરીની સમીક્ષા અનિવાર્ય રીતે કરવી રહી અને એના માટે યોજવામાં આવ્યું આ સ્નેહ મિલન.
·સહીયારૂ અભિયાનમાટે USA ખાતે સક્રીય રીતે કાર્યરત એવા (૧) શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કર, (ર) શ્રી રજનીકાન્તભાઇ એસ.મોદી, ની ઉપસ્થિતિમાં આ સ્નેહમિલન યોજવામાં આવ્યું. અમેરીકા ખાતેના બીજા એક સક્રીય શ્રી રમેશભાઇ કાન્તિભાઇ ઠક્કરને કાર્યક્રમના થોડા દિવસો અગાઉ જ USA પરત જવાનું બન્યું હોવાથી તેઓની ગેરહાજરી વરતાઇ હતી.
·અમદાવાદ, મણીનગર ખાતેના કાર્યકરો (૧) ભરતભાઇ કેશવલાલ ઠક્કર, (ર) કિરીટભાઇ કાંતિલાલ ઠક્કર (૩) જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કર (૪) રાજેન્દ્રભાઇ મુળજીભાઇ (૫) વિજયભાઇ માણેકલાલ ઠક્કર ઠક્કર (૬) ડૉ.દેવાંગ પ્રહલાદભાઇ ઠક્કર (૭) કમલેશભાઇ હર્ષદભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
·કાર્યક્રમનો પ્રારંભ સુપ્રસિધ્ધ ભજનિક અને આખ્યાનકાર મીનાબેન પી. ઠક્કર દ્વારા પ્રાર્થનાથી થયો. ‘જે આપે છે તે જ પામે છે’ - ની સુંદર વાત સરસ રીતે મીનાબેને રજુ કરી અને જન સેવાનો મહિમા ઉજાગર કર્યો.
· સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિનો શબ્દ પરીચય ભરતભાઇ કેશવલાલ ઠક્કરે કરાવ્યો. દર માસે આશરે ૭૫ જેટલા પરીવારોને કારમી મોંઘવારી સામે ટકી રહેવા માટે અનાજ-કરીયાણીની કીટનું વિતરણ, વિદ્યાર્થીઓને નોટબુક વગેરેની અપાતી સહાયની વિગતો ટૂંકમાં રજુ કરી.
·સેવાના વિનમ્ર ભાવથી સમાજને કંઇક અર્પણ કરવાની સહીયારૂ અભિયાનની નેમ કિરીટભાઇ કાંતિલાલ ઠક્કરે રજુ કરી.    
· સહીયારૂ અભિયાન એ એક યજ્ઞ છે - કોઇનું દુઃખ જોઇ ધનિકોના હૃદય દ્રવી જાય તો એ ધન એ દ્રવ્ય બને છે - ની રસપ્રદ વિગતો એકત્રીકરણ, મૈત્રીકરણ અને દાનના મહિમા સાથે હસમુખભાઇ ડી. ઠક્કરે સરળ શબ્દોમાં સુંદર અને વિસ્તૃત રીતે સમજાવી.
 
· સંસ્થાના હિસાબો સર્વે માટે હંમેશા ખુલ્લા હોવાની વિગતો રજુ કરીને સંસ્થાના પારદર્શી વહીવટની મુખ્ય વાત જયંતિભાઇ ડી. ઠક્કરે રજુ કરી.

 
 · સંસ્થાના ભાવિ કાર્યક્રમોમાં શિક્ષણ અંગે રાજેન્દ્રાઇ ઠક્કર, મેડીકલ સહાય અંગે ડો.દેવાંગભાઇ ઠક્કરે, લાભાર્થીઓને પગભર થવા માટેની વાત વિજયભાઇ માણેકલાલ ઠક્કરે રજુ કરી.


· સહીયારૂ અભિયાનના પાયાના સેવક સમાન અમેરીકાથી પધારેલા શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કરે સહિયારૂ અભિયાનનો ખ્યાલ કેવી રીતે ઉદ્ભવ્યો તેની વાત રજુ કરતાં જણાવ્યું કે, અમેરીકા ગયા પછી જોયું તો, ત્યાંની સરકાર યોગ્ય કુટુંબોને ખૂબ સહાય કરે છે એવી કોઇ સહાય સુંદર સુવ્યવસ્થા માદરે વતન ભારતની સરકારોમાં જોવા મળતી નથી. બસ, વતનથી હજારો જોજન દૂર...કોઇક મંગલ પળે એક વિચાર ઝબક્યો... ‘‘હું ક્યાં હતો ને ક્યાં છું? ’’ કોઇકની ટેકણ લાકડીએ મને આજે સદ્ધર બનાવ્યો છે..હવે મારે પણ મારું સામાજિક ઋણ ફેડવા કંઇક કરવું જોઇએ..કોકના વાવેલા આંબાના ફળ આપણે ખાઇએ છીએ તો આપણે પણ કોક માટે આંબો વાવવો જોઇએ. માણસ તરીકેની આ આપણી ફરજ છે. અને સહિયારૂ અભિયાન શરૂ થયું. અને અમેરીકા ખાતેના અને અમદાવાદના આપણાં ભાઇઓના સહયોગમાં આ પ્રવૃત્તિ સૂંદર રીતે ચાલી રહી છે.

· અમેરીકાથી પધારેલા સહિયારૂ અભિયાનના બીજા એક પાયાના સેવક શ્રી રજનીકાન્તભાઇ મોદીએ કહ્યું કે, અમો અમેરીકા ખાતે આ અભિયાના માટે કોઇની પાસે હાથ લંબાવતા નથી. આજે પણ અમે કોઇની પાસે કંઇ માંગવા માટે આપણે ભેગા થયા નથી. સ્વયંસ્ફૂરીત સેવાની ભાવનાથી અર્પણ થાય તે સ્વીકારવામાં આવે છે. બીજુ કે, આ સંસ્થામાં બધા અદના સેવકો જ છે. કોઇ મોટા નથી ને કોઇ નાના નથી. મળેલ દાનની રકમમાંથી કોઇ વહીવટી ખર્ચ કરવામાં આવતો નથી જેથી આવેલી સઘળી સહાય તેના હેતુ માટે વપરાય. અનિવાર્ય એવો વહીવટી ખર્ચ કાર્યકરો પોતે ઉપાડી લે છે.

· લાભાર્થીઓને કીટના વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું.


 



Saturday, February 23, 2013

આગામી મહાશિવરાત્રીએ કીટ વિતરણ


  • તારીખ ૧૦ મી માર્ચ, રવીવાર, ના રોજ મહાશિવરત્રીના પવિત્ર દિવસે કીટ વિતરણનો કાર્યક્રમ.
  • મહાશિવરાત્રિ નિમિત્તે કીટમાં રાજગરો અને મોરૈયો કીટમાં સમાવિષ્ઠ કરવામાં આવેલ છે.
  • મહાશિવરાત્રી નિમિત્તે કીટ વિતરણ સાથે અલ્પાહારની વ્યવસ્થા છે.
  •  

Friday, January 25, 2013

સ્નેહ મિલન - જાહેર આમંત્રણ

દાતાઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતીમાં યોજાઇ રહ્યું છે

સ્નેહ મિલન...


નિમિત્તઃ સહિયારૂ અભિયાનની પ્રવૃત્તિને ત્રણ વર્ષ પૂરા થયા...


  • તારીખઃ ૧૦-૦૨-૨૦૧૩, રવીવાર
  • સમયઃ   સવારે ૧૦.૩૦ થી ૧.૩૦
  • સ્થળઃ    શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, વિભાગ-૧, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરીઆ, અમદાવાદ..
લાભાર્થીઓને નિયમિત રીતે અપાતી કીટનું વિતરણ આ જ દિવસે, આ કાર્યક્રમમાં કરવામાં આવશે. 


  • સહિયારૂ અભિયાન ને આપના ઉપયોગી સૂચનો મોકલશો તો, તેની પર વિચારણા કરવામાં આવશે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય..આવી ચર્ચા વિચારણા પણ આ દિવસે કરવામાં આવશે... આપના એવા સૂચનો - સલાહ મોકલી આપવા માટેઃ-
  • આ પ્રસંગે સત્સંગ અને રૂચી ભોજન રહેશે...(સંસ્થાના મૂળભૂત સંકલ્પોને વળગી રહેવા માટે સંચાલક સમિતિ સંકલ્પબધ્ધ છે)
  • સહિયારૂ અભિયાન ને આપના ઉપયોગી સૂચનો મોકલશો તો, તેની પર વિચારણા કરવામાં આવશે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય..આવી ચર્ચા વિચારણા પણ આ દિવસે કરવામાં આવશે... આપના એવા સૂચનો - સલાહ મોકલવા માટે સંપર્ક માહિતી...



સંચાલક સમિતિ
જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કરઃ 079-25833524
કિરીટભાઇ કાંતિલાલ ઠક્કર: 98250 62533
ભરતભાઇ કેશવલાલ ઠક્કર: 94263 30341
કમલેશભાઇ હર્ષદભાઇ ઠક્કર: 98794 29049
વિજયભાઇ માણેકલાલ ઠક્કર : 99259 81711
ડૉ.દેવાંગ પ્રહલાદભાઇ ઠક્કર : 98242 54350
રાજેન્દ્રભાઇ મુળજીભાઇ ઠક્કર: 98242 68698

સૂચનો મોકલતા પહેલા સહીયારૂ અભિયાનનો પરીચય જોઇ જવા વિનંતી છે. આ રહી તેની લીન્ક
સહિયારૂ અભિયાન - પરિચય...


Saturday, January 19, 2013

લભાર્થીઓ - સહીયારૂ અભિયાન


ક્રમ
લાભાર્થીનું નામ
1
રાજેન્દ્રભાઇ નટવારલાલ ઠક્કર
2
ગીતાબેન અશોકભાઇ ઠક્કર
3
હંસાબેન રમેશભાઇ ઠક્કર
4
જશુમતીબેન સુરેશભાઇ ઠક્કર
5
મીનાબેન જતીનભાઇ ઠક્કર
6
પ્રેમજીભાઇ રણછોડદાસ ઠક્કર
7
બ્રિજેશભાઇ રાજેશભાઇ ઠક્કર
8
શારદાબેન રમણલાલ ઠક્કર
9
પરેશભાઇ બંસીલાલ ઠક્કર
10
નિપેશભાઇ પ્રવીણભાઇ ઠક્કર
11
મહેશભાઇ ડાહ્યાલાલ ઠક્કર
12
ચંદ્રકાન્તભાઇ ડાહ્યાલાલ ઠક્કર
13
મહેશભાઇ નારણભાઇ ઠક્કર
14
મુકેશભાઇ નારણભાઇ ઠક્કર
15
જયંતિલાલ બબલદાસ ઠક્કર
16
જિતેન્દ્ર હસ્મુખલાલ ઠક્કર
17
હિનાબેન ચંદ્રકાન્તભાઇ ઠક્કર
18
ભારતીબેન ઘનશ્યામભાઇ મહારાજ
19
બિપીનભાઇ સોમાભાઇ ઠક્કર
20
જયશ્રીબેન નવીનભાઇ ઠક્કર
21
કલ્પનાબેન અમૃતભાઇ ઠક્કર
22
પ્રમોદભાઇ મણીલાલ ઠક્કર
23
મંજુલાબેન અજીતભાઇ દરબાર
24
જયશ્રીબેન પંકજભાઇ ઠક્કર
25
જાગૃતિબેન ભદ્રેશકુમાર ઠક્કર
26
પ્રજ્ઞાબેન ભરતભાઇ જોષી
27
કમુબેન મનજીભાઇ પ્રજાપતિ
28
દક્ષાબેન નિકુંજભાઇ ઠક્કર
29
હરેશભાઇ મગનલાલ ઠક્કર
30
કંચનબેન પ્રવીણભાઇ ઠક્કર
31
વર્ષાબેન પ્રજ્ઞેશભાઇ ઠક્કર
32
હરેશભાઇ છોટાલાલ ઠક્કર
33
આનંદીબેન ડાહ્યાલાલ ઠક્કર
34
પારૂલબેન ગિરીશભાઇ ઠક્કર
35
બબુબેન ચંદુલાલ ઠક્કર
36
લતાબેન બિપીનભાઇ ઠક્કર
37
જગદીશભાઇ આશાભાઇ ઠક્કર
38
સુશીલાબેન પ્રભુદાસ ઠક્કર
39
શારદાબેન પ્રહલાદભાઇ ઠક્કર
40
હસમુખભાઇ વનમાળીદાસ ઠક્કર
41
લક્ષ્મીબેન રતીલાલ ઠક્કર
42
જિજ્ઞેશભાઇ મુકેશભાઇ ઠક્કર
43
બાલકૃષ્ણભાઇ કેશવલાલ ઠક્કર
44
ગાર્ગીબેન રાકેશભાઇ ઠક્કર
45
પ્રભાબેન કનૈયાલાલ ઠક્કર
46
ઉષાબેન પ્રવીણભાઇ ઠક્કર
47
વિજયભાઇ જયંતિલાલ ઠક્કર
48
અશોકભાઇ નારણદાસ ઠક્કર
49
કંચનબેન નટવરલાલ ઠક્કર
50
નિકિતાબેન વિપુલકુમાર ભટ્ટ
51
જયશ્રીબેન જીતુભાઇ ઠક્કર
52
શારદાબેન ભાઇલાલભાઇ કડિયા
53
જ્યોત્સનાબેન અશોકભાઇ ઠક્કર
54
હિનાબેન ગિરીશભાઇ ઠક્કર
55
અશ્વીનભાઇ લક્ષ્મીશંકર જોષી
56
મહેશભાઇ બાપાલાલ ઠક્કર
  1.  
રંજનબેન મુકેશભાઇ
  1.  
પિયુષભાઇ કનૈયાલાલ
  1.  
વિમલભાઇ કિશોરભાઇ
  1.  
પુષ્પાબેન નવીનચંદ્ર
  1.  
સૌરાંગભાઇ ભીખાભાઇ
  1.  
ભગવતીબેન ઘનશ્યામભાઇ
  1.  
પરષોત્તમભાઇ ધરમભાઇ
  1.  
મીનાબેન રાધેશ્યામભાઇ
  1.  
ગીતાબેન અમૃતલાલ
  1.  
કલ્પનાબેન અમૃતભાઇ
  1.  
ભરતભાઇ ડાહ્યાભાઇ
  1.  
હંસાબેન જયકિશનભાઇ
  1.  
પ્રવીણભાઇ નાથાલાલ
  1.  
કિરીટભાઇ હરગોવનદાસ
  1.  
છાયાબેન ઇન્દ્રવદનભાઇ
  1.  
જયશ્રીબને સંજયભાઇ
  1.  
પંકજભાઇ સોમચંદભાઇ
  1.  
સુલોચનાબેન વિક્રમભાઇ