Wednesday, February 27, 2013

ઉજવાઇ ગયું સ્નેહ સંમેલન...

‘‘સહિયારૂ અભિયાન’’ ને ત્રણ વર્ષ પૂરા થયા..

દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, વિભાગ-૧, ફૂટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરીઆ, અમદાવાદ ખાતે

સુંદર વાતાવરણમાં
યોજાયું







 
સ્નેહ મિલન
 
·ગરીબી રેખાથી નીચેની આવક ધરાવતા પરીવારોની વ્હારે ધાવાના એન.આર.આઇ. સદગૃહસ્થ લોહાણાના પનેતા પુત્રોના બિનસ્વાર્થી સંકલ્પ અને સહાયથી અમદાવાદ, મણીનગરના દેશી લોહાણાઓના સહયોગમાં શરૂ કરવામાં આવેલી આ પ્રવૃત્તિને જોત જોતામાં ત્રણ વર્ષ પૂરા થઇ ગયા...
·પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી ત્યારે સંશય કરવામાં આવેલો કે, શું બે-ત્રણ મહિના ચાલશે આ પ્રવૃત્તિ !!
·..અલબત્ત પ્રારંભિક નેટવર્ક ગોઠવાવામાં તેના સેવકોને થોડીક એક્સરસાઇઝ કરવી પડી જ હોય. પણ એ જ તો કામ છે - એ જ તો સંકલ્પ છે. જાણે કે, આ કામમાં પ્રભુકૃપાથી જ બધી દોરવણી મળતી રહી અને ગોઠવાઇ ગયું અને જોત જોતામાં ત્રણ વર્ષ ક્યાં પસાર થઇ ગયા ખબર જ ના પડી.
·એક વાળંદ ભાઇ પણ તેના અસ્ત્રાને લટપટીઆ સાથે ઘસીને ધાર કાઢતો રહે છે, પક્ષીઓ દાણ ચણતી વખતે વારે-વારે તેમની ચાંચને ઘસતા રહે છે. પોતાના સાધનની સતત ધાર કાઢીને કાર્યદક્ષ રહેવા સતત મથતા રહે છે.
·સહીયારૂ અભિયાનેતો ટ્રસ્ટી તરીકે અને સેવાના ભાવથી જાહેરનું કામ કરવાનું છે એટલે કામગીરીની સમીક્ષા અનિવાર્ય રીતે કરવી રહી અને એના માટે યોજવામાં આવ્યું આ સ્નેહ મિલન.
·સહીયારૂ અભિયાનમાટે USA ખાતે સક્રીય રીતે કાર્યરત એવા (૧) શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કર, (ર) શ્રી રજનીકાન્તભાઇ એસ.મોદી, ની ઉપસ્થિતિમાં આ સ્નેહમિલન યોજવામાં આવ્યું. અમેરીકા ખાતેના બીજા એક સક્રીય શ્રી રમેશભાઇ કાન્તિભાઇ ઠક્કરને કાર્યક્રમના થોડા દિવસો અગાઉ જ USA પરત જવાનું બન્યું હોવાથી તેઓની ગેરહાજરી વરતાઇ હતી.
·અમદાવાદ, મણીનગર ખાતેના કાર્યકરો (૧) ભરતભાઇ કેશવલાલ ઠક્કર, (ર) કિરીટભાઇ કાંતિલાલ ઠક્કર (૩) જયંતિલાલ ઇશ્વરદાસ ઠક્કર (૪) રાજેન્દ્રભાઇ મુળજીભાઇ (૫) વિજયભાઇ માણેકલાલ ઠક્કર ઠક્કર (૬) ડૉ.દેવાંગ પ્રહલાદભાઇ ઠક્કર (૭) કમલેશભાઇ હર્ષદભાઇ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
·કાર્યક્રમનો પ્રારંભ સુપ્રસિધ્ધ ભજનિક અને આખ્યાનકાર મીનાબેન પી. ઠક્કર દ્વારા પ્રાર્થનાથી થયો. ‘જે આપે છે તે જ પામે છે’ - ની સુંદર વાત સરસ રીતે મીનાબેને રજુ કરી અને જન સેવાનો મહિમા ઉજાગર કર્યો.
· સહીયારૂ અભિયાનની પ્રવૃત્તિનો શબ્દ પરીચય ભરતભાઇ કેશવલાલ ઠક્કરે કરાવ્યો. દર માસે આશરે ૭૫ જેટલા પરીવારોને કારમી મોંઘવારી સામે ટકી રહેવા માટે અનાજ-કરીયાણીની કીટનું વિતરણ, વિદ્યાર્થીઓને નોટબુક વગેરેની અપાતી સહાયની વિગતો ટૂંકમાં રજુ કરી.
·સેવાના વિનમ્ર ભાવથી સમાજને કંઇક અર્પણ કરવાની સહીયારૂ અભિયાનની નેમ કિરીટભાઇ કાંતિલાલ ઠક્કરે રજુ કરી.    
· સહીયારૂ અભિયાન એ એક યજ્ઞ છે - કોઇનું દુઃખ જોઇ ધનિકોના હૃદય દ્રવી જાય તો એ ધન એ દ્રવ્ય બને છે - ની રસપ્રદ વિગતો એકત્રીકરણ, મૈત્રીકરણ અને દાનના મહિમા સાથે હસમુખભાઇ ડી. ઠક્કરે સરળ શબ્દોમાં સુંદર અને વિસ્તૃત રીતે સમજાવી.
 
· સંસ્થાના હિસાબો સર્વે માટે હંમેશા ખુલ્લા હોવાની વિગતો રજુ કરીને સંસ્થાના પારદર્શી વહીવટની મુખ્ય વાત જયંતિભાઇ ડી. ઠક્કરે રજુ કરી.

 
 · સંસ્થાના ભાવિ કાર્યક્રમોમાં શિક્ષણ અંગે રાજેન્દ્રાઇ ઠક્કર, મેડીકલ સહાય અંગે ડો.દેવાંગભાઇ ઠક્કરે, લાભાર્થીઓને પગભર થવા માટેની વાત વિજયભાઇ માણેકલાલ ઠક્કરે રજુ કરી.


· સહીયારૂ અભિયાનના પાયાના સેવક સમાન અમેરીકાથી પધારેલા શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કરે સહિયારૂ અભિયાનનો ખ્યાલ કેવી રીતે ઉદ્ભવ્યો તેની વાત રજુ કરતાં જણાવ્યું કે, અમેરીકા ગયા પછી જોયું તો, ત્યાંની સરકાર યોગ્ય કુટુંબોને ખૂબ સહાય કરે છે એવી કોઇ સહાય સુંદર સુવ્યવસ્થા માદરે વતન ભારતની સરકારોમાં જોવા મળતી નથી. બસ, વતનથી હજારો જોજન દૂર...કોઇક મંગલ પળે એક વિચાર ઝબક્યો... ‘‘હું ક્યાં હતો ને ક્યાં છું? ’’ કોઇકની ટેકણ લાકડીએ મને આજે સદ્ધર બનાવ્યો છે..હવે મારે પણ મારું સામાજિક ઋણ ફેડવા કંઇક કરવું જોઇએ..કોકના વાવેલા આંબાના ફળ આપણે ખાઇએ છીએ તો આપણે પણ કોક માટે આંબો વાવવો જોઇએ. માણસ તરીકેની આ આપણી ફરજ છે. અને સહિયારૂ અભિયાન શરૂ થયું. અને અમેરીકા ખાતેના અને અમદાવાદના આપણાં ભાઇઓના સહયોગમાં આ પ્રવૃત્તિ સૂંદર રીતે ચાલી રહી છે.

· અમેરીકાથી પધારેલા સહિયારૂ અભિયાનના બીજા એક પાયાના સેવક શ્રી રજનીકાન્તભાઇ મોદીએ કહ્યું કે, અમો અમેરીકા ખાતે આ અભિયાના માટે કોઇની પાસે હાથ લંબાવતા નથી. આજે પણ અમે કોઇની પાસે કંઇ માંગવા માટે આપણે ભેગા થયા નથી. સ્વયંસ્ફૂરીત સેવાની ભાવનાથી અર્પણ થાય તે સ્વીકારવામાં આવે છે. બીજુ કે, આ સંસ્થામાં બધા અદના સેવકો જ છે. કોઇ મોટા નથી ને કોઇ નાના નથી. મળેલ દાનની રકમમાંથી કોઇ વહીવટી ખર્ચ કરવામાં આવતો નથી જેથી આવેલી સઘળી સહાય તેના હેતુ માટે વપરાય. અનિવાર્ય એવો વહીવટી ખર્ચ કાર્યકરો પોતે ઉપાડી લે છે.

· લાભાર્થીઓને કીટના વિતરણ સાથે કાર્યક્રમનું સમાપન થયું.


 



Saturday, February 23, 2013

આગામી મહાશિવરાત્રીએ કીટ વિતરણ


  • તારીખ ૧૦ મી માર્ચ, રવીવાર, ના રોજ મહાશિવરત્રીના પવિત્ર દિવસે કીટ વિતરણનો કાર્યક્રમ.
  • મહાશિવરાત્રિ નિમિત્તે કીટમાં રાજગરો અને મોરૈયો કીટમાં સમાવિષ્ઠ કરવામાં આવેલ છે.
  • મહાશિવરાત્રી નિમિત્તે કીટ વિતરણ સાથે અલ્પાહારની વ્યવસ્થા છે.
  •