Wednesday, March 1, 2017

દરીદ્રોને નારાયણનો દરજ્જો..

     હરીનામનું નાણું લૂંટી લેવા મનમાં પ્રભુ માટેનો કોઇક ભાવ ધારણ કરીને ભગવાનના નામની લૂંટ ચલાવવી તે ભક્તિ છે.  

     ભક્તિયોગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ આ બધા રસ્તા ઇશ્વર તરફ દોરી જતાં રસ્તાઓ છે. જન સેવા એક કર્મયોગ છે. ‘‘દરીદ્રનારાયણ’’ એટલે, દરીદ્રોને નારાયણ એટલે કે, ઇશ્વરનો દરજ્જો તો હિંદુ સંસ્કુતિ જ આપી શકે. આવો શબ્દ કોઇ ધર્મ કે દેશમાં ઉદભવેલો જોવામાં આવ્યો નથી. કેટલાક ધર્મના સમર્થકો જે તે ધર્મને ફેલાવવા પૃથ્વીને ખુંદી વળ્યા હોય તેવું જોવામાં આવ્યું છે. હિંદુ ધર્મ વિષે એવું નથી. કારણ કે, ધર્મનો પાયો જ દયા અને કરૂણા છે. દયા અને કરૂણા હૃદયમાં પ્રગટે. એની કોઇ ચોક્કસ રીત-રસમો એ ધર્મ નથી. હિંદુ ધર્મએ તો, ટીલા-ટપકાને બદલે નિરાકાર ઇશ્વરનો પણ મહીમા ગાયેલો છે.

     ગરીબોને આકર્ષીને ધર્મના ફેલાવા માટે તેમનો ઉપયોગ કરવાનું હિંદુ ધર્મમાં બને જ નહીં. ‘‘તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના આત્મસન્માન પર કદી અતિક્રમણ ન કરો’’ આવું શિક્ષણ આપનારી માતા હિંદુ જ હોય. આ શિક્ષણ શ્રીમતી ભુવનેશ્વરી દેવીએ તેમના સપુત્રને આપ્યું હતુ. આ શિક્ષણથી એક સાચા સંત સ્વામી વિવેકાનંદનો જન્મ શક્ય બન્યો. દરીદ્રનારાયણ શબ્દ હિંદુ સંસ્કૃતિની દેણ છે.

   
     પશ્ચિમમાં
વ્યાપેલા ધર્મનો ફેલાવો કરવાના પ્રયાસો થયા. ધર્મના ફેલાવા માટે પૃથ્વીને ખુંદી કાઢવામાં આવી. જ્યાં જ્યાં ગરીબો હોય તેવા પછાત વર્ગોને ધર્મ તરફ આકર્ષવામાં આવ્યા. અલબત્ત અ-બુધ લોકો ધર્મ તરફ વળ્યા અને પહેલાં કરતાં સારૂ જીવન જીવવા માંડ્યા. પરંતુ એક રીતે તો ધર્મનો ફેલાવો કરવા એવા અબુધ અને ગરીબોનો તો ઉપયોગ જ થયો. હિંદુ ધર્મની જેમ દરીદ્રોને નારાયણ એટલે કે, ભગવાન ગણવામાં ન આવ્યા. તેને બદલે, તરછોડાયેલા, ત્યજાયેલા, વેઠીયા વગેરે શબ્દો વાપરીને તેઓને ધર્મ તરફ દોરવામાં આવ્યા. હિંદુ ધર્મમાં પોતાના તેમજ બીજાના પણ આત્મસન્માનની રક્ષા કરવાની વિચારધારા પ્રવર્તે છે. હિંદુ  સંસ્કારે કદી પણ સહાય લેનારાને ઉતરતી કક્ષાના અને સહાય કરનારાઓને પ્રમાણમાં ચઢિયાતા ગણ્યા નથી. દરીદ્રનારાયણોની સેવા કરીને પોતાને માટે અહમ્ ભાવ અનુભવવાને બદલે નમ્રતા ધારણ કરીને દરીદ્રનારાયણોને સચા હૃદયથી વંદન કરીને નમ્રતા ધારણ કરનારા ઘણાં છે. આપણાં દેશમાં આવા ઉમદા હેતુ માટે દાનની સરવાણી વહાવનારાઓ બેસુમાર છે. તેનાથી સેવાકીય કાર્યો થઇ શકે. એ સેવાકીય કાર્યો કોઇ એકાદ વ્યક્તિ કે અમુક જ સમૂહની ન હોઇ શકે. તે તો સર્વનું અને સર્વ માટે હોઇ શકે એવી ઉદાર અને ઉદ્દાત ભાવનાઓ એટલે જ હિંદુ અને હિંદુસ્તાન.

    સહિયારૂ અભિયાન માત્ર એક સંકલનકાર જ. સહિયારૂ અભિયાન તો સહાય કરનારા અને સહાય લેનારા બેને ભેગા કરવા પુરતુ અત્યંત મર્યાદિત કાર્ય. બાકી તો, ચાલતી આ પ્રવૃત્તિ ભારત/હિંદુના સંસ્કારવાળા ઉદાર સહાય કરનારા સાચા દાતાઓથી પ્રવૃ્ત્તિ ચાલે..અને લાભાર્થીઓથી ચાલે.

      ફે્બ્રુઆરી ૨૦૧૭ માસના કીટ વિતરણમાં સિંહફાળો અર્પણ કરતાં શ્રી હર્ષદભાઇ જી.ઠક્કર-રમીલાબેન (ચરાડાવાળા) ના કુટુંબ તરફથી ઉદાર સહયોગ પ્રાપ્ત થયેલ છે. મેડીકલ સહાય માટે પણ ઉદાર રકમો અર્પણ કરેલ છે. તદનુસાર આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.
આ કુટુંબ સહીયારૂ અભિયાનનું જ એક અંગ હોઇસહિયારૂ અભિયાન’’ સાથે સક્રીય રીતે જકાડાયેલ હોઇ, આભાર માનવાની ઔપચારીકતા ટાળવામાં આવે છે.

      સહીયારૂ અભિયાનના મહત્વના અંગ એવા શ્રી અરવિંદભાઇ રામજીભાઇ ઠક્કર (વિંઝોલવાળા) તરફથી ઉદાર આર્થિક સહાય પ્રાપ્ત થયેલ છે.

      લોહાણા સમાજના ગૌરવસમા ‘‘અભિષેક હોસ્પિટલ અેન્ડ હાર્ટ સેન્ટર’’ ના કર્તા હર્તા એવા બાકરોલવાળા કુટુંબના ડૉ. જયેશભાઇ ઠક્કર તથા 
ડૉ. ધવલભાઇ ઠક્કર(USA)ના માતૃશ્રી રંજનબેન નટવરલાલના હસ્તે નોંધપાત્ર આર્થિક સહયોગ મળેલ છે. જેનો ઉપયોગ દાતાકુટુંબની ઇચ્છાનુસાર શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવશે. 

      (૧)
શ્રી હસમુખલાલ વૈકુંઠલાલ ઠક્કર (ચંદન ટી વાળા), (૨)શ્રી હમુખભાઇ માણેકલાલ ઠક્કર (નડીયાદવાળા), અને (૩)શ્રી શૈલેષભાઇ ડાહ્યાલાલ ઠક્કર (ડાહ્યાલાલ વકીલ કુટુંબ-રઘુવંશી સોસાયટી) તરફથી નોંધપાત્ર અાર્થિક સહયોગ મળેલ છે. જ બદલ દાતોઓનો આભાર માનવામાં આવે છે. 

No comments:

Post a Comment