Saturday, March 11, 2017

પ્રભુ કૃપા હી કેવલમ...

‘‘જે આપે છે, તે જ પામે છે..’’

     આ એક વાર્તા છે. SAHIYARU ABHIYAN ઉપર જ છે.. આ વાર્તાનો સાર છે કે, આપણે જે આપીએ છીએ તે જ પામીએ છીએ. આ વાર્તા વાંચવા જેવી છે.. મીનાબેન પી. ઠક્કર (ભજનિક, આખ્યાનકાર) તેમના સત્સંગમાં આ વાર્તા ક્યારેક ક્યારેક કહે છે. આ વાર્તા વાંચવા નીચે વાર્તાના ટાઇટલ ઉપર ક્લીક કરો. નવા ટેબમાં તે ખુલશે.
     સૌ પ્રથમ પશ્ચિમના જગતને કર્મનો કાયદો તર્ક અને બુધ્ધિગમ્ય રીતથી કોઇએ અંગ્રેજી ભાષામાં સમજાવ્યો હોય તો, (મારી જાણકારી મુજબ ) તો સૌપ્રથમ એની બેસન્ટે તે સમજાવ્યો. પશ્ચિમની અને ખાસ કરીને ક્રિશ્ચિયન ધર્મ પાળનારી પ્રજા પુનર્જન્મને માનતી નથી. માટે જ એ પ્રજા એમ માને છે કે, આ જન્મે કરેલા ખરાબ કર્મો આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં પણ ભોગવવા પડે છે, એવી હિંદુત્વની વાતો જુઠ્ઠી છે. માટે જ એ પ્રજા આ જન્મે જેમ ફાવે તેમ જીવે છે અને જીવન માત્ર આ એક જ જન્મ પુરતું મર્યાદીત સમજે છે. તેથી પશ્ચિમના જગતની ખાસ કરીને ગોરી પ્રજા Eat, drink and make marry ની થીયરી પર જીવે છે. એની બેસન્ટ ઇંગ્લેન્ડના હોવા છતાં ભારતીય ફીલોસોફીથી અત્યંત પ્રભાવિત રહેલા અને તમણે ભારતમાં બહુ રસ લીધો. એની બેસન્ટ એટલે થીયોસોફીકલ સોસાયટી. ભારતમાં ચાલતા English Rule દરમિયાન હોમરૂલની ચળવળમાં સક્રીય એટલે એની બેસન્ટ. ચળવળવાળા.    
     એની બેસન્ટે તેમના ધર્મ અને ગર્ભના સંસ્કારથી વિપરીતે જઇને કર્મની વાત કરેલી છે, તે અત્યંત મહત્વની બાબત છે. કર્મના કાયદાને કોઇ ભારતીય સમજાવી શકે તેના કરતાં પણ સારી રીતે એની બેસન્ટે તેમના પુસ્તક A STUDY IN KARMA માં સમજાવવામાં આવેલ છે. તે પુસ્તકમાં એની બેસન્ટે સમજાવ્યુ છે કે, કરેલા કર્મનું ફળ તો આવે જ. કર્મનો કાયદો અ-ફર છે. કર્મનો કાયદો scientifically કામ કરે છે. આ બધાની બારીક અને વિસ્તૃત, સમજ આપી છે. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં લખાયેલું છે. 
     વર્ષ ૧૯૧૭ માં બહાર પડેલી A STUDY IN KARMA ની બીજી આવૃત્તિ (Edition) ના પ્રથમ પાના ઉપર નીચે મુજબ છે. ( આ પુસ્તકની ઇ બુક વાંચવા ઇચ્છતા હોય તેમને પુરી પાડવામાં આવશે.)  
A Study in Karma by Annie Besant

A Study in Karma
by Annie Besant
Second Edition, 1917
(From The Light of Asia by Sir Edwin Arnold)
It knows not wrath nor pardon; utter true
Its measures mete, its faultless balance weighs;
Times are as nought, tomorrow it will judge,
Or after many days.
By this the slayer’s knife did stab himself;
The unjust judge hath lost his own defender;
The false tongue dooms its lie; the creeping thief
And spoiler rob, to render.
Such is the Law which moves to righteousness,
Which none at last can turn aside or stay;
The heart of it is Love, the end of it
Is Peace and Consummation sweet. Obey!
ઋષિલ ડેકોરવાળા éશ્રીકૃપેશભાઇ

     આ પુસ્તક કર્મના કાયદાની વાત કરે છે. આપણે બધા ‘‘કર્મનો સિધ્ધાંત’’ શ્રી હીરાભાઇ ઠક્કરે લખેલા પુસ્તક વિષે જાણીએ છીએ. ‘‘કર્મનો સિધ્ધાંત’’ નામનું આ પુસ્તક શ્રી હિરાભાઇ ઠક્કરે A STUDY IN KARMA ઉપરથી લખેલું છે. 
      
ખૂન કર્યુ હોવા ન છતાં એક વ્યક્તિને પુરાવાના આધારે જજ દ્વારા સજા આપવામાં આવે  છે. જ્યારે બીજી બાજુ એ જજ જાણતા હોય છે કે
, હકીકતમાં ખૂન બીજી કોઇ વ્યક્તિએ કરેલું હોય છે. પણ જજનું કાર્ય પુરાવાના આધારે ચુકાદો આપવાનું હોય છે. જેણે ખૂન કર્યુ હતું તે આરોપી તરીકે રજૂ કરવામાં આવેલો ન હતો. અને આરોપી તરીકે રજૂ કરવામાં આવેલ વ્યક્તિની વિરૂધ્ધમાં બધા પુરાવાઓ હતા. તેથી સજા આપવી પડી. જજ પેલી વ્યક્તિને પૂછે છે કે, તને સજા થઇ પણ ખરેખર તેં ખૂન કર્યુ હતુ ખરૂ ? પેલો સજા પામેલો વ્યક્તિ ત્યાં સુધી મનોમંથન કરી ચૂક્યો હોય છે. અને જજને જવાબ આપે છે કે, મેં ખરેખર ખૂન કર્યુ ન હતુ. પણ અગાઉ ખૂન કર્યુ હતુ ત્યારે હું ચાલાકીથી છટકી ગયો હતો. મને તે ખૂનની સજા મળી છે, એમ માનુ છુ.

      એની બેસન્ટના પુસ્તકમાં પ્રથમ પાના ઉપર જ આ વાત રજૂ થયેલી છે.
કર્મનો કાયદો કામ કરે જ છે. વિશ્વના બધા ધર્મો અને પ્રજા પૈકી ભારન અને હિંદુ ધર્મ આ વાત સારી રીતે જાણે છે - સ્વીકારે છે. લોકોના દિલો દિમાગમાં - બલ્કે બ્લડમાં આ વા ઉતરી ગયેલી હોય છે. પરિણામે, આજે તમે વૈષ્ણોદેવી માતાના દર્શને જાવ કે, અમરનાથ બાબાના દર્શને જાવ કે ડાકોર પગે ચાલતા જાવ... ત્યાં યાત્રાળુઓની સેવા કરવાવાળા ઢગલાબંધ કેમ્પ જોવા મળે છે. બસ, બધાના હૃદયમાં એક સેવાનો જુવાળ જાગે છે. બધાને એક સાથે આવો વિચાર આવે અને ગુપ્તપણે ફેલાઇ જાય.. ટોળાના ટોળા એમાં સેવા કરવા ઉતરી પડે. આ કંઇ માત્ર ઘેટા જેવી ટોળાશાહી નથી. બસ, લોકોના મગજમાં આવા વિચારો ઉઠે છે.. સેવાની ભાવના વહેવા માંડે છે. એવું કરેલું અર્થઘટન કે, આ બધા ટોળે ટોળા દેખા-દેખીથી આવે છે. પરંતુ આવી સેવા કરવાવાળા કંઇ બુધ્ધિ વગરના નથી હોતા. સેવા કરનારા ભણેલા ગણેલા હોય છે. તેમના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવેલી હોય તેવા હોય છે.
       આ સેવાની ભાવનાને કારણે કેટલાય ગરીબો પગપાળા યાત્રા કરે છે તે શ્રધ્ધા સાથે કરે છે. બની શકે કે
, કોઇ લોકો માત્ર ખાવા-અને જલસા કરવા જાય. પણ એ તો એક વ્યવસ્થાનો દુરૂપયોગ કહેવાય.. એ દુરૂપયોગ જ સમસ્ત બાબત હોતી નથી. સ્કુલમાંથી છોકરા ગુલ્લી મારી વ્યસન કરે તો સ્કુલ બંધ ના કરી દેવાય. તે એક પાસુ છે કે, છોકરાઓ - વિદ્યાર્થીઓ શાળાના સમયનો દુરૂપયોગ કરે છે. આવી ઉદ્દાત્ત સેવા તો ભારતમાં જ જોવા મળે. આપણું જલારામ બાપાનું સચોટ ઉદાહરણ છે. સહીયારુ અભિયાનને લોહાણાઓ સારૂ દાન આપે છે.. સહીયારૂ અભિયાન તેનો બોલતો પુરાવો છે. thread માં બધી પોસ્ટ જોતાં તે વાતી પ્રતિતિ થયા વગર નહીં રહે. સેવાની ભાવના લોકોના હૃદયદ્વારે ઉઠતી જ રહે છે. ઇશ્વર તેમના હૃદય દ્વારે દસ્તક દેતો જ રહે છે.  

     સહીયારૂ અભિયાનના સંદર્ભમાં, તાજેતરમાં મળેલી આર્થિક સહાય એક લોહાણા કુટુંબ તરફથી મળી છે. શ્રી અંબાલાલ ડાહ્યાભાઇ રિદ્રોલવાળા પરીવાર - શ્રી ઘનશ્યામભાઇ ઋષિલ ડેકોરવાળા - કૃપેશભાઇ ઋષિલ ડેકોરને જેટ સ્પીડે આગળ વધારનારા ( તેમના ધર્મપત્ની કૃપાબેન) આ દંપતિના પુત્ર શ્રી ઋષિલભાઇ  -  લોહાણા સમાજના ગૌરવસમા ઉદ્યોગપતિ કુટુંબ તરફથી સહીયારૂ અભિયાનને વખતો વખત ઉદાર સહાય મળતી રહે છે.  સહીયારૂ અભિયાન માટે શ્રી ઘનશ્યામભાઇ તરફથી તેમનો કિંમતી સમય પણ ફાજલ કરવામાં આવે છે. તેમના તરફથી સહીયારૂ અભિયાનને સારુ એવું માર્ગદર્શન પણ મળતું રહે છે.
 

No comments:

Post a Comment